શિનોર તાલુકાના મુખ્ય મથક સાધલી મુકામે જાહેર સ્થળ ઉપર પોલીસ તંત્રની વિશાળ જગ્યા આવેલ છે, જે 6 વર્ષ પહેલાં તોડી પાડયા પછી હજુ સુધી નવીન ના બનતા તે જગ્યાએ કચરાના ઢગલા જોવા મળે છે. તો નવીન આઉટ પોસ્ટ પોલીસ ચોકી બનાવવા માંગ ઉઠી છે.


સાધલી મુકામે પંચવટી બાગની બાજુમાં કરોડો રૂપિયાની ખુલ્લી જમીન પોલીસ તંત્રના હસ્તક છે, અગાઉ 6 વર્ષ પહેલા આ સ્થળે આઉટપોસ્ટ પોલીસ ચોકી કસ્ટડી રૂમ અને સ્ટાફ્ માટે રૂમો બનાવેલ હતી, તે જર્જરિત થતાં તંત્ર દ્વારા તોડી પાડવામાં આવેલ હતી. આ સ્થળે પોલીસે અગાઉ તાર બાંધી જગ્યા બંધ કરી હતી તે હાલમાં ખુલ્લી કરાતાં આજુબાજુના લોકો ત્યાં જાહેરમાં કચરો નાખી જાય છે અને આ જગ્યા હાલ જાહેર કચરાપેટી બનેલ છે. અને ગંદકીનું ઉભ્દવ સ્થાન બનેલ છે. અને સાથોસાથ વગર પૈસે પાર્કિંગ બનેલ છે. તાજેતરમાં નારેશ્વર મુકામે જિલ્લા પોલીસ વડા દ્વારા નવા બનેલા નારેશ્વર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું જે આનંદની વાત છે, પરંતુ છેલ્લા 6 વર્ષથી મુખ્ય જગ્યા ઉપર સાધલી મુકામે 6 વર્ષ પહેલાં તોડી પડાયેલ આઉટ પોસ્ટ પોલીસ ચોકી ,કસ્ટડી રૂમ અને સ્ટાફ્ રૂમો આજ દિન સુધી બન્યા નથી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: