વડોદરા શહેરના જાણીતા અગોરા સીટી સેન્ટરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડી રાત્રે સીટી સેન્ટરના ચોથા માળેથી એક યુવક નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. પ્રાથમિક વિગતો અનુસાર આ યુવક મોડી રાત્રે બિલ્ડિંગમાં શંકાસ્પદ રીતે પ્રવેશ્યો હતો.
ઝડપાઈ જવાના ડરથી પડયો હોવાની આશંકા
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજીબ મૃતક યુવક ચોરી કરવાના ઈરાદે અગોરા સીટી સેન્ટરમાં આવ્યો હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. એવું અનુમાન છે કે, રાત્રિના સમયે ચોરી કરવા દરમિયાન પકડાઈ જવાના ડરથી અથવા ભાગવાની ઉતાવળમાં યુવક ચોથા માળેથી નીચે પડ્યો હતો. બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ અને સ્થાનિક લોકોએ અવાજ સાંભળતા તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
