વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલામાં એક યુવકનું મોત થતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા મોહમદ સૈયદનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.
વિશાલ કહાર નામના યુવકે મોહમદ સૈયદ પર જીવલેણ હુમલો કર્યો હતો
પ્રાપ્ત માહિતી મુજબ, વિશાલ કહાર નામના યુવકે મોહમદ સૈયદ પર જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં મોહમદ સૈયદને ગંભીર ઇજાઓ પહોંચી હતી
સારવાર દરમિયાન તેનું મોત
જેના પગલે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે, સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
મહિલા મિત્રને લઈને પ્રેમ પ્રકરણનો વિવાદ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને યુવકો વચ્ચે મહિલા મિત્રને લઈને પ્રેમ પ્રકરણનો વિવાદ ચાલી રહ્યો હતો. ઉત્તરાયણ પૂર્વે પણ બંને વચ્ચે ઝઘડો થયો હોવાની માહિતી સામે આવી છે. આ જૂના વિવાદના કારણે જ હુમલો કરવામાં આવ્યો હોવાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
હુમલાનો વીડિયો વાયરલ
દરમિયાન, વિશાલ કહાર દ્વારા હુમલો કરવામાં આવી રહ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે તપાસ ઝડપી બનાવી છે.
પોલીસ તપાસ શરુ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવી છે અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ ચાલુ હોવાનું જણાવ્યું છે.
આ પણ વાંચો---- Weather News : ગુજરાતમાં હાડથીજવતી ઠંડીથી શહેરીજનો ઠુઠવાયા, નલિયામાં સૌથી વધારે તાપમાન નોંધાયું