શ્રી કલ્યાણ કો. ઓ. ક્રેડીટ સો. લી.ની 52મી વાર્ષિક સામાન્ય સભા તાજેતરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ કોમ્યુનીટી સેન્ટર, નિઝામપુરા ખાતે માજી પ્રમુખ અને હાલના ડાયરેક્ટર રજનીભાઈ એમ.જોષીની અધ્યક્ષસ્થાને મળી હતી. આવકાર પ્રવચન મંડળીના પ્રમુખ વાસુદેવ નરોત્તમદાસ પટેલે કર્યુ હતુ. મંડળીના ડાયરેક્ટરોએ એજન્ડા મુજબ રજુઆત કરી હતી અને તે તમામ એજન્ડા સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યા હતા. મંડળીના મંત્રી યોગેશભાઈ રાવજીભાઈ પટેલે આભારવિધિ કરી અને સ્ટાફ મિત્રો વગેરે સભાસદોને પ્રોત્સાહીત કર્યા હતા. મંડળીએ ચાલુ સાલે 12 ટકા ડિવીડન્ડ સભાસદોને આપવાનુ તથા નિયમીત સભાસદોને રૂા. એક હજારની ગીફ્ટ પણ આપવાનુ સર્વાનુમતે નક્કી કરાયુ હતુ. મિટિંગ બાદ રાષ્ટ્રગીત ગાવામાં આવ્યુ હતુ.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો