પેપર લીકની ઘટના પછી આવતીકાલે દેશભરમાં NEETની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા શહેરના 17 કેન્દ્રમાં 6,048 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાના એક દિવસ પહેલાં પોલીસ કમિશનર દ્વારા રીઅલ ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યુ હતુ. આવતીકાલે સવારથી શહેરના પરીક્ષા કેન્દ્રોની ફરતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ જશે.NEETનાં પ્રશ્નપત્ર કેવી રીતે લવાશે અને કેવી રીતે લઈ જવાશે તે બાબતે અત્યંત ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. આ માટે સિક્રેટ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.


વડોદરા ciudad ના 17 કેન્દ્ર ખાતે આવતીકાલે રવિવારે નીટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષાનો સમય બપોરે 2થી સાંજે 5-15 કલાક સુધીનો રહેશે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમર દ્વારા ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજીને બંદોબસ્તની રૂપરેખા ઘડી હતી. પ્રત્યેક કેન્દ્રની બહાર પોલીસની એક ટીમ તૈનાત રહેશે. સવારથી શહેરભરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રશ્નપત્રને કેન્દ્ર સુધી લવાશે. પ્રશ્નપત્ર ક્યારે અને કેવી રીતે પહોંચશે અને કેવી રીતે પરત લઈ જવાશે તે માટે ભારે ગુપ્તતા જાળવવામાં આવી રહી છે. સિક્રેટ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સાયબર પોલીસ દ્વારા સોશિયલ મીડિયાની હિલચાલ ઉપર ચાંપતી નજર રાખવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: