વડોદરાના ઇતિહાસકાર ચંદ્રશેખર પાટીલે સોમનાથ મંદિરના સંઘર્ષમય ઇતિહાસ અને તેના જીર્ણોદ્ધાર અંગે કેટલાક અત્યંત વિવાદાસ્પદ અને રસપ્રદ દાવાઓ રજૂ કર્યા છે. તેમણે મંદિર પર થયેલા આક્રમણો પાછળના આંતરિક કારણોથી લઈને આઝાદી પછીના રાજકીય સંઘર્ષ સુધીની વિગતો જણાવી છે.
સોમનાથ પર આક્રમણ અને આંતરિક ઘૃણા
ઇતિહાસકારના જણાવ્યા અનુસાર, ૧૧૨૯માં જ્યારે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ પર આક્રમણ કર્યું, ત્યારે તેની પાછળ પાલીતાણાના બે જૈન વેપારીઓની ભૂમિકા હતી. આ વેપારીઓ હિન્દુ ધર્મના સોમનાથ મંદિર પ્રત્યે ઘૃણા રાખતા હોવાથી તેમણે ગઝનવીને મંદિરની આર્થિક સદ્ધરતા બતાવી આક્રમણ માટે આમંત્રણ આપ્યું હતું. ત્યારબાદ ઈ.સ. ૧૩૦૦માં મુઝફર શાહે હુમલો કર્યો હતો, જે મૂળ રાજપૂત હતા પરંતુ બાદમાં મુસ્લિમ ધર્મ અપનાવ્યો હતો.
નહેરુ પરિવાર અંગે ચોંકાવનારા દાવા
ચંદ્રશેખર પાટીલે જવાહરલાલ નહેરુના વંશાવલી અંગે ગંભીર દાવા કરતા જણાવ્યું કેજવાહરલાલ નહેરુ મૂળ ગ્યાસુદ્દીન નહેરુના વંશજ હતા. કાશ્મીરમાં નહેર પાસે રહેતા હોવાથી તેમણે 'નહેરુ' અટક સ્વીકારી હતી. તેમના વંશજો હૈદરાબાદમાં રહેતા હોવાના અને ત્યાંના મ્યુઝિયમમાં તેનો ઉલ્લેખ હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઇતિહાસકારના મતે, તેઓ મૂળ મુસ્લિમ હોવા છતાં હિન્દુઓને છેતરવા હિન્દુ હોવાની ઓળખ આપતા હતા.
જીર્ણોદ્ધાર અને રાજકીય સંઘર્ષ
1947માં જ્યારે ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો સંકલ્પ લીધો, ત્યારે તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 'સેક્યુલર' વિચારધારાના નામે તેમને રોકવાની કોશિશ કરી હતી. નહેરુના વિરોધ છતાં સરદાર પટેલે મક્કમ રહીને મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. આ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ૨૦૧૨ પછી જ્યારે નરેન્દ્ર મોદી સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યા, ત્યારે તેમણે સરદાર પટેલના સ્વપ્નને વધુ સાકાર કરીને મંદિરનો સર્વાંગી વિકાસ કર્યો.
આ પણ વાંચો: સોમનાથમાં આવતીકાલે શૌર્યનો સંગમ, PM મોદી ખુલ્લી જીપમાં કરશે રોડ શો, 108 અશ્વ સાથે નીકળશે ભવ્ય યાત્રા