વડોદરાના લોકપ્રિય સયાજીબાગ પ્રાણીસંગ્રહાલયમાં ફરી એકવાર સિંહની ગર્જના સંભળાય તે માટે વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ મહત્વની પહેલ કરી છે. સાંસદે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ પત્ર લખીને વડોદરા માટે એશિયાટિક સિંહની જોડી ફાળવવા વિનંતી કરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા સયાજીબાગની સિંહણ 'સમૃદ્ધિ'નું સર્પદંશને કારણે અકાળે મોત નીપજ્યું હતું, ત્યારથી અહીં સિંહનો પાંજરો ખાલી જોવા મળી રહ્યો છે.


CM સકારાત્મક અભિગમ દાખવ્યો - સાંસદ

સાંસદ હેમાંગ જોશીએ આ બાબતે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ આ રજૂઆત પ્રત્યે અત્યંત સકારાત્મક અભિગમ દાખવ્યો છે. મુખ્યમંત્રીએ ખાતરી આપી છે કે આગામી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ વિષયને પ્રાધાન્ય આપીને સિંહની ફાળવણી અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વડોદરાના પ્રવાસન અને પ્રાણીપ્રેમીઓ માટે આ એક આશાસ્પદ સમાચાર છે, કારણ કે સયાજીબાગ ઝૂ એ શહેરનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે.

સિંહણ 'સમૃદ્ધિ'નું સર્પ દંશથી થયું હતું મો

સિંહણ 'સમૃદ્ધિ'ના મૃત્યુ બાદ વડોદરાવાસીઓમાં ઘેરા શોકની લાગણી હતી અને ઝૂમાં સિંહ લાવવાની માંગ ઉઠી હતી. હવે સાંસદની આ સક્રિયતાને પગલે ટૂંક સમયમાં જ ગીરના રાજા સમાન એશિયાટિક સિંહ વડોદરાના મહેમાન બને તેવી પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. આ અંગે વહીવટી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વન વિભાગ દ્વારા સિંહના સ્થાનાંતરણની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: