ડેસર : ડેસર તાલુકામાં 80મા સ્વતંત્રતા દિને તાલુકાકક્ષાનો કાર્યક્રમ હિંમતપુરા પ્રા. શાળા ખાતે યોજાયો હતો. જેમાં ડેસર મામલતદાર એસ.કે. દેસાઈ દ્વારા ધ્વજવંદન કરાયું હતું. તાલુકાની સરકારી તથા ખાનગી સંસ્થા, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, પોલીસ સ્ટેશન, વિવિધ શાળા તેમજ ગ્રામ પંચાયતો ખાતે ત્રિરંગો લહેરાવાયો હતો. હિંમતપુરા પ્રા. શાળા ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં ડેસર તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિક પટેલ, તાલુકા વિકાસ અધિકારી દિનેશ પટેલ,PIકેતન પટેલ, PSI ગઢવી, હિંમતપુરા ગામના સરપંચ મફ્ત પરમાર સહિત સરકારી અધિકારી-કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
