વડોદરા શહેરમાં સફાઈની કામગીરી કરતી ડોર-ટુ-ડોર કચરાની ગાડીનો આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતી આ ગાડીએ અચાનક પલટી મારતા ગાડીમાં સવાર ડ્રાઈવર અને મજૂરને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ના આરોગ્ય વિભાગ અને કોન્ટ્રાક્ટરની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.


 ડોર-ટુ-ડોર કચરાની ગાડીનો અકસ્માત

પ્રાપ્ત વિગતો અનુસાર, કચરો ઉઘરાવતી આ ગાડી ફૂલ સ્પીડમાં જઈ રહી હતી ત્યારે ચાલકે કાબૂ ગુમાવતા ગાડી રસ્તા પર પલટી ગઈ હતી. અકસ્માતમાં ડ્રાઈવર અને મજૂરને સામાન્ય ઈજાઓ થઈ છે, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જોકે, અકસ્માત બાદ જે સત્યો સામે આવ્યા છે તે ચોંકાવનારા છે.

ગાડી પર નંબર પ્લેટ જોવા મળી ન હતી

અકસ્માતગ્રસ્ત ગાડી પર કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ જોવા મળી ન હતી. નિયમો મુજબ વાહન ચલાવવા માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય છે, છતાં નંબર પ્લેટ વગર આ ગાડી રસ્તા પર કેવી રીતે દોડતી હતી? આ ગાડી વડોદરા કોર્પોરેશનની હદની બહાર જોવા મળી હતી. ડોર-ટુ-ડોરની ગાડીઓ માત્ર શહેરની હદમાં જ કામગીરી માટે હોય છે, તો તે હદ બહાર કયા કામથી ગઈ હતી તે તપાસનો વિષય છે.

આ પણ વાંચો: Vadodara: આજવા રોડ પર પૂરપાટ ઝડપે જતી કાર પલટી, ચાલક વાહન છોડીને થયો ફરાર


  • Follow us on: