વડોદરા-પાદરા રોડ પર સમીયાલા ગામ નજીક નશાની હાલતમાં કાર ચલાવતા એક યુવકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. નશામાં ધૂત કારચાલકે પોતાની ગાડી પરથી નિયંત્રણ ગુમાવતા કાર સીધી રોડ પરના ડિવાઇડર પર ચઢી ગઈ હતી.


વડોદરામાં નશામાં કારચાલકે અકસ્માત સર્જયો

પ્રાથમિક માહિતી મુજબ, આ કારચાલક પેટલાદ તાલુકાના મેઢા ગામનો રહેવાસી છે. અકસ્માત એટલો ગંભીર હતો કે કારચાલક અંદર ફસાઈ ગયો હતો અને કારના દરવાજા પણ ખુલી શક્યા નહોતા.અકસ્માત સર્જાતાની સાથે જ આસપાસના ગ્રામજનોના ટોળાં ઘટનાસ્થળે એકઠા થયા હતા. કારનો દરવાજો ખોલી ન શકાતા ગ્રામજનોએ તાત્કાલિક વડોદરા તાલુકા પોલીસને જાણ કરી હતી.

કારચાલક અંદર ફસાતા દરવાજો તોડી બહાર કાઢ્યો

પોલીસ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલકને બહાર કાઢવા માટે અંતે પોલીસે કારના કાચ તોડીને તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો. કારચાલક નશાની હાલતમાં હોવાનું માલુમ પડતાં વડોદરા તાલુકા પોલીસે તેની અટકાયત કરી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અકસ્માત કઈ રીતે સર્જાયો અને કારચાલકે કેટલો નશો કર્યો હતો તે અંગે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: હિટ એન્ડ રન કેસમાં વિવાદ, ધ્રુવીના પિતાએ CJIને લખ્યો પત્ર, પોલીસ પર હળવી કલમો લગાવવાનો આક્ષેપ

  • Follow us on: