વડસરના કોટેશ્વર જવાના રોડ પાસે બ્રિજ માટે ખોદાયેલા પિલર માટેના ખાડામાં ભરાઇ ગયેલા પાણીમાં શનિવારે સાંજે ચાર ફુટના મગરનું રેસ્કયૂ કરવામાં આવ્યુ હતુ.


શ્રી સાંઇ દ્વારકા માઇ ચેરટીટેબલ ટ્રસ્ટના જયેશભાઇને જાણ થઇ હતી કે વડસર ગામના કોટેશ્વર તરફ જવાના રોડ પર બ્રિજ માટે ખોદાયેલા પિલરમાટેનાખાડામાં પાણી ભરાઇ ગયુ છે. જેમાં મગર આવી ગયો છે. જેના પગલે સંસ્થાના કાર્યકરો ઘટના સ્થળે જઇને ચાર ફુટના મગરનું રેસ્કયૂ કરાયુ હતુ. આ મગરનું રેસ્કયૂ કરીને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: