ન્યૂ બ્રાઇટ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત બ્રાઇટ સ્કૂલ –GSEB યુનિટ, હરણી ખાતે સંસ્થાના પૂ. સ્થાપક સ્વ. જયેન્દ્રભાઈ આર. શાહની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે સેવા સંકલ્પ-5 કાર્યક્રમનું ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના, શ્રદ્ધાંજલિ અને દીપ પ્રાગટય સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત વિશાળ નિઃશુલ્ક મેડિકલ અને હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ઉપરાંત બરોડા યુથ ફેડરેશનના સહયોગથી જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કિટ, બિન-શૈક્ષણિક કર્મચારીઓને રેઇનકોટ અને છત્રી તેમજ જરૂરિયાતમંદ પરિવારો માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ નિમેષ આર. શાહ, મેનેજિંગ ટ્રસ્ટી જીરલ નિમેષ શાહ, પ્રિન્સિપાલ ચંચલ ભાગડિયા, વિવિધ નિષ્ણાત તબીબો, બરોડા યુથ ફેડરેશનના પ્રતિનિધિઓ, શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજસેવામાં વિશિષ્ટ યોગદાન આપનાર તબીબો અને સમાજસેવકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
