વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં આવેલા નિમેટા રોડ પર આજે એક હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પુનીતનગર પાસે પોતાના ટુ-વ્હીલર પર જઈ રહેલી એક યુવતીને અજાણ્યા વાહનચાલકે અડફેટે લીધી હતી. અકસ્માત સર્જીને ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
વાઘોડિયાના નિમેટા રોડ પર હિટ એન્ડ રન
પ્રાથમિક વિગતો મુજબ, યુવતી તેના EV બાઈક પર પસાર થઈ રહી હતી તે દરમિયાન કોઈ અજાણ્યા વાહનચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવતીને શરીરના વિવિધ ભાગોએ નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. યુવતી વિદ્યાર્થીની હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકોના લોકટોળા જામ્યા હતા અને ટ્રાફિક વ્યવસ્થા પણ પ્રભાવિત થઈ હતી.
