વડોદરા જિલ્લાના ડભોઈમાં ફરી એકવાર રફતારના રાક્ષસનો કહેર જોવા મળ્યો છે. અહીંના નાંદોદી ભાગોળ પાસે એક બેફામ બાઇકચાલકે અકસ્માત સર્જીને ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચાડી છે. પ્રાથમિક માહિતી મુજબ, એક યુવક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલા બાઇકચાલકે તેને જોરદાર ટક્કર મારી હતી.
રફતારનો રાક્ષસ બેફામ
આ અકસ્માત એટલો જોરદાર હતો કે 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર અકસ્માતની ઘટના વિસ્તારમાં લાગેલા CCTV ફૂટેજમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે બાઇકચાલકની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ડભોઈ પોલીસે CCTV ફૂટેજના આધારે તાત્કાલિક અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે અને બેફામ બાઇકચાલકને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.
