સંસ્કારી નગરી વડોદરામાં તંત્રની કામગીરી પર સવાલ ઉઠાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના મકરપુરા રોડ પર રસ્તાની વચ્ચે એક નાનો ભૂવો પડ્યો હતો, પરંતુ જ્યારે કોર્પોરેશનની ટીમ ત્યાં સમારકામ માટે પહોંચી અને ખોદકામ શરૂ કર્યું, ત્યારે ખબર પડી કે તે ભૂવો નહીં પણ એક આખો કૂવો હતો.


વડોદરામાં તંત્રની કામગીરી પર સવાલ

મકરપુરા રોડ પર નાનો ભૂવો પડ્યો હોવાની જાણ થતા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ટીમ જેસીબી મશીન સાથે સ્થળ પર દોડી ગઈ હતી. ભૂવાનું કારણ જાણવા માટે જ્યારે ઉંડું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે જમીનની નીચેથી જૂના જમાનાનો કૂવો દેખાવા લાગ્યો હતો. આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકો અને તંત્રના અધિકારીઓ પણ અચંબિત થઈ ગયા હતા.

તંત્રની ગંભીર બેદરકારી

આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ભૂતકાળમાં કોર્પોરેશન દ્વારા કૂવાને યોગ્ય રીતે પૂર્યા વગર જ તેની ઉપર સીધો ડામર રોડ બનાવી દેવામાં આવ્યો હતો. વર્ષો વીત્યા બાદ અંદરનું પુરાણ બેસી જવાથી ઉપરનો રોડ ધસી પડ્યો હતો.આ રહસ્ય ખુલ્યા બાદ, કોર્પોરેશન દ્વારા તાત્કાલિક અસરથી આ વર્ષો જૂના કૂવાનું વૈજ્ઞાનિક ઢબે પુરાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: Surat: ક્રાઈમ બ્રાન્ચની ટીમોએ અમદાવાદમાં નાખ્યાં ધામા, રામનગરની 35 લાખની લૂંટમાં છારા ગેંગનો હાથ

  • Follow us on: