ગુજરાતમાં દારૂબંધીના કડક અમલીકરણ માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે કરજણ પોલીસ દ્વારા પ્રોહિબિશનના ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલો લાખોનો વિદેશી દારૂનો જથ્થો આજે નાશ કરવામાં આવ્યો છે. કરજણ પોલીસ મથકની હદમાં વિવિધ કેસોમાં પકડાયેલા કરોડોના શરાબના જથ્થાને બુલડોઝર નીચે કચડીને નષ્ટ કરી દેવામાં આવ્યો હતો.

કરજણમાં વિદેશી દારૂનો જથ્થનો નાશ

કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા વિવિધ પ્રોહિબિશનના કેસોમાં પોલીસે અગાઉ દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આજે આ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે અંદાજે 4 જેટલી ટ્રકોમાં ભરીને આ વિદેશી શરાબનો જથ્થો બામણગામ પાસે આવેલી એક ખાનગી કંપનીના કમ્પાઉન્ડમાં લઈ ગઈ હતી.

4.45 કરોડના વિદેશી શરાબના જથ્થાનો નાશ

પોલીસના ઉચ્ચ અધિકારીઓની દેખરેખ હેઠળ, બુલડોઝર વડે આ સમગ્ર દારૂના જથ્થા પર ફરી વળીને તેને નાશ કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, નાશ કરાયેલા આ વિદેશી શરાબના જથ્થાની બજાર કિંમત અંદાજે ₹4.45 કરોડ જેટલી થવા જાય છે.

આ પણ વાંચો: Banaskantha: રાજસ્થાનથી અમદાવાદ આવતી લક્ઝરી બસમાં ભીષણ આગ, એકનું મોત અને 6 મુસાફરો ગંભીર રીતે દાઝ્યા