વડોદરા જિલ્લામાં સ્પેશિયલ સમરી રિવિઝન (SIR - Special Summary Revision)ની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. જિલ્લાની 10 વિધાનસભા બેઠકો પર મતદાર યાદી સુધારણાનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 26.62 લાખ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં 20.75 લાખ ફોર્મને ડિજિટલાઈઝ કરી દેવામાં આવ્યા છે. જોકે, હજુ પણ 2.99 લાખ ફોર્મ મતદારો તરફથી પરત આવ્યા નથી.
મતદાર યાદી અપડેટ
વિધાનસભા બેઠક મુજબ જોતાં, માંજલપુર બેઠક પર સૌથી વધુ ફોર્મનું ડિજિટાઈઝેશન કરવામાં આવ્યું છે. જોકે, આ કામગીરી દરમિયાન એક ચોંકાવનારો આંકડો પણ સામે આવ્યો છે. રાવપુરા વિધાનસભા બેઠક પર કુલ 20,747 મતદારોના અવસાન થયા હોવાનું નોંધાયું છે, જે દર્શાવે છે કે મતદાર યાદીમાં મોટાપાયે સુધારાની જરૂર છે. ચૂંટણી પંચે બાકી રહેલા ફોર્મ જમા કરાવવા અને યાદીમાં સુધારા કરાવવા માટે નાગરિકોને અપીલ કરી છે.
