વડોદરા એરપોર્ટ પરથી ઉડાન ભરતી ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ સેવામાં આજે મોટો વિક્ષેપ સર્જાયો હતો. ઈન્ડિગો દ્વારા વિવિધ રૂટ પરની કુલ 6 ફ્લાઈટ રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે અનેક મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

રદ થયેલી ફ્લાઈટમાં મુખ્યત્વે ત્રણ મહત્વના રૂટનો સમાવેશ થાય છે

  • હૈદરાબાદ-વડોદરા અને વડોદરા-હૈદરાબાદ
  • વડોદરા-ગોવા અને ગોવા-વડોદરા
  • મુંબઈ-વડોદરા અને વડોદરા-મુંબઈ

મહત્વપૂર્ણ રૂટની આ ફ્લાઈટ્સ રદ થવાના કારણે ટિકિટ બુક કરાવનારા સેંકડો મુસાફરોના પ્રવાસના પ્લાન ખોરવાઈ ગયા હતા. ઈન્ડિગો દ્વારા ફ્લાઈટ રદ કરવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી, પરંતુ એરલાઈન દ્વારા વારંવાર અનિયમિતતા જોવા મળી રહી છે. ફ્લાઈટ્સ રદ થતા મુસાફરોને એરપોર્ટ પર લાંબો સમય રાહ જોવી પડી હતી અને ઘણા મુસાફરોને ટ્રેન કે અન્ય ખર્ચાળ ફ્લાઈટ્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. મુસાફરોએ ઈન્ડિગોની આ ગેરવ્યવસ્થા સામે નારાજગી વ્યક્ત કરીને તાત્કાલિક યોગ્ય વળતર અને વ્યવસ્થાની માંગણી કરી છે.