વડોદરા-પાદરા રોડ પર આવેલી બાંકો કંપનીના મુખ્ય ગેટ પાસે આજે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે જઈ રહેલી એક ઓટો રિક્ષા અચાનક પલટી ખાઈ જતાં તેમાં સવાર મુસાફરો રસ્તા પર ફંગોળાયા હતા. આ સમગ્ર ઘટના કંપનીના ગેટ પર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે, જેના દ્રશ્યો જોઈને કોઈ પણ કંપી ઉઠે તેમ છે.


પૂરપાટ ઝડપે જતી રિક્ષા બની બેકાબૂ

પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરા-પાદરા રોડ પરથી પસાર થઈ રહેલી એક પેસેન્જર રિક્ષા પૂરપાટ ઝડપે જઈ રહી હતી. બાંકો કંપનીના મેઈન ગેટ પાસે ચાલકે રિક્ષા પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલટી મારી ગઈ હતી. રિક્ષા પલટી ખાતાની સાથે જ તેમાં સવાર ૩ થી ૪ મુસાફરો ઉછળીને સીધા રોડ પર પટકાયા હતા. સદનસીબે, પાછળથી કોઈ અન્ય ભારે વાહન ન આવતું હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

લોકોએ રિક્ષા સીધી કરી મુસાફરોને બચાવ્યા

અકસ્માત થતાં જ માનવતાના દ્રશ્યો જોવા મળ્યા હતા. અકસ્માતનો અવાજ સાંભળી બાંકો કંપનીના કર્મચારીઓ અને આસપાસના સ્થાનિક લોકો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ એકઠા થઈને પલટી ખાઈ ગયેલી રિક્ષાને સીધી કરી હતી અને નીચે પટકાયેલા ઇજાગ્રસ્ત મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Unjha: મોતના મુખમાંથી યુવકને ખેંચી લાવ્યા ફાયરના જવાનો, તળાવમાં ડૂબતા 47 વર્ષીય પ્રૌઢ માટે ટીમ 'દેવદૂત' બની

  • Follow us on: