પાવીજેતપુર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે પાવીજેતપુર ગ્રામ ગ્રામ પંચાયત કચેરી ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ હતી. જેમા સવારે ૯થી સાંજે ૫ કલાક સુધી આયુષ્માન ભારત કાર્ડ,રેશનકાર્ડ ઈ-કેવાયસી, વિધવા બહેનો માટે વિધવા પેન્શન યોજના, ૬૦ વર્ષથી વધુ વયના નિરાધાર વૃદ્ધો માટે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના તેમજ બીપીએલ વર્ગના વરિષ્ઠ નાગરિકો માટે વય વંદનાના લાભ માટે જરૂરી કામગીરી કરાઇ હતી. જેતપુર જિલ્લા પંચાયત વિસ્તારમાં સમાવિષ્ટ જેતપુર, પાવી, વાવ, તારાપુર, રતનપુર, હિરપરી, વાકોલ, મેસરા, અનિયાદ્રી, મોટી રાશલી, શિહોદ, સિથોલ, કુકણા, સુસ્કાલ, પાલીયા, ઉમરવા, સજોડ, ખાંડીયા, અમાદર અને ઘૂંટણવડ સહિતના ગામોમાંથી લોકો શિબિરમાં પહોંચ્યા હતા.

Patan: પાટણમાં બગવાડા દરવાજા પાસે બી ડિવિઝન પોલીસની લાલ આંખ









