સાધલી ગ્રામ પંચાયતના મહિલા સરપંચ મનીષાબેન પટેલને હોદ્દા પરથી દૂર કરવાનો મહત્વનો આદેશ વડોદરા જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા કરવામાં આવ્યો છે. વહીવટી કામગીરીમાં ગંભીર બેદરકારી અને નિષ્કાળજી દાખવવા બદલ ગુજરાત પંચાયત અધિનિયમની કલમો હેઠળ આ કડક પગલું ભરાયું છે.
સાધલીના મહિલા સરપંચ સસ્પેન્ડ
સાધલી ગ્રામ પંચાયતના વહીવટમાં અનિયમિતતાઓ જણાતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા મહિલા સરપંચ સામે સાત જેટલા ગંભીર આક્ષેપો સાથે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. આ નોટિસમાં તેમને પૂછવામાં આવ્યું હતું કે વહીવટી નિષ્કાળજી બદલ તેમને હોદ્દા પરથી દૂર કેમ ન કરવા?
નોટિસનો જવાબ ન આપતા કાર્યવાહી
તંત્ર દ્વારા મહિલા સરપંચને 31 જાન્યુઆરી, 2026 સુધીમાં પોતાના બચાવમાં ખુલાસો રજૂ કરવાની અંતિમ તક આપવામાં આવી હતી. જોકે, નિર્ધારિત સમયમર્યાદામાં સંતોષકારક જવાબ કે ખુલાસો ન મળતા, વડોદરા DDOએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 57/1 હેઠળ શક્તિઓનો ઉપયોગ કરીને તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા આજે 31 જાન્યુઆરીના રોજ આ લેખિત હુકમની બજવણી કરવામાં આવી છે.
નવા સરપંચનો ચાર્જ સોંપાયો
મહિલા સરપંચને દૂર કરાતા પંચાયત અધિનિયમની કલમ ૫૫ મુજબ, હવે આ બેઠક પર પેટા ચૂંટણી ન યોજાય ત્યાં સુધી સરપંચ તરીકેનો ચાર્જ ઉપસરપંચ સંકેત પટેલને સોંપવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Surat: 342 કરોડના વિકાસકાર્યોની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- "સ્વચ્છતામાં સુરતે ગજબ કરી છે, હવે તેને જાળવવી એ પડકાર