વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નંબર-90ના પ્લોટ પર ગેરકાયદે કબજો કરવાના વિવાદમાં પશ્ચિમ બંગાળના TMC સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ્પઠાણ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી સમયની માંગણી કરાઈ હતી. ચીફ્ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એ. રેની ખંડપીઠે યુસુફ્ પઠાણને જરૂરી જવાબ કે રજૂઆત કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે, અદાલત તમને સમય આપે છે પરંતુ તમે જેટલું મોડું કરશો એટલો દંડ વધારે થશે, કારણ કે વર્ષ 2014થી તમારો જમીન પર અનઅધિકૃત કબજો છે. પૂર્વ ક્રિકેટર યુસુફ્ પઠાણ તરફ્થી અરજી કરી જણાવાયું હતું કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને જમીન ફાળવણી અંગે સરકારની જે નીતિઓ છે તે સહિતની કેટલીક બાબતો તેઓ અદાલતના ધ્યાન પર મૂકવા માંગે છે અને આ કેસમાં પોતાનો જરૂરી પક્ષ રજૂ કરવા ઇચ્છે છે તેથી થોડો સમય આપવામાં આવે. તેથી હાઇકોર્ટે યુસુફ્ પઠાણને ચાર સપ્તાહનો સમય આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પૂર્વ ક્રિકેટર યુસુફ્ પઠાણ દ્વારા વડોદરામાં જમીન મેળવવા માટે અરજી કરાતાં વર્ષ 2012માં મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ ઠરાવ પસાર કરીને માર્કેટ કિંમતે જમીન આપવા અંગે પ્રસ્તાવ કર્યો હતો. વડોદરા મનપાની સામાન્ય સભાએ તેને મંજૂરી આપી પરંતુ રાજ્ય સરકારે વર્ષ 2024માં જમીન આપવાની અરજી નકારી કાઢી હતી.

Vadodara: કરજણની ધાવટ ચોકડી પાસે બંને બાજુ પીકઅપ સ્ટેન્ડના શેડ બનાવવાનું શરૂ









