વડોદરામાં વધુ એક જવાનના આપઘાતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. શહેરના વાડી પોલીસ સ્ટેશનની હદમાં રહેતા અને સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)માં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા 44 વર્ષીય જવાન સુમન રાઠવાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
વડોદરામાં SRP જવાને કર્યો આપઘાત
મળતી માહિતી મુજબ, સુમન રાઠવા SRPમાં ડ્રાઈવર તરીકે કાર્યરત હતા, પરંતુ છેલ્લા એક વર્ષથી તેઓ લાંબી બીમારીના કારણે રજા પર હતા. બીમારીથી શારીરિક અને માનસિક રીતે કંટાળેલા જવાને આખરે મોતને વહાલું કર્યું હતું. જે સમયે આ ઘટના બની ત્યારે પરિવારના સભ્યો ઘરની બહાર ગયા હતા. ખાલી ઘરનો લાભ લઈ જવાને ગળેફાંસો ખાઈ લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
