પાદરા : 45 દિવસના ઉનાળાના વેકેશન બાદ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ પ્રસંગે વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જરૂરી સહાય પૂરી પાડવાના હેતુથી પાદરા APMCના ડિરેક્ટર તથા સ્માર્ટ ઈન્સ્યોરન્સના સંચાલક અલ્પેશભાઈ પટેલ અને તેમની ટીમ દ્વારા પાદરા તાલુકાની વિવિધ સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરાયું છે. અલ્પેશભાઈ પટેલ દ્વારા દર વર્ષે વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યો કરાય છે. આ વર્ષે પણ વિદ્યાર્થી દીઠ છ-છ નંગ ફુલસ્કેપ ચોપડાનું વિતરણ કરવાનો નિર્ણય લેવાયો છે. બુધવારના રોજ પાદરા ખાતે આવેલી સ્માર્ટ ઈન્સ્યોરન્સની ઓફ્સિથી આ સેવા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે સ્માર્ટ ઈન્સ્યોરન્સના અલ્પેશ પટેલ, પાદરા વકીલ મંડળના પ્રમુખ દીપક પ્રજાપતિ, દરાપુરાના આગેવાન સમીર ગાંધી, વિનય પટેલ સહિત ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Surat News: PM મોદીના આગમન પૂર્વે મેગા સફાઈ અભિયાન, કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે કર્યું શ્રમદાન









