શિનોર તાલુકાના સાધલીથી પોર જવાનો રસ્તો છેલ્લા 8 માસ ઉપરાંતથી બનવાનો શરૂ થયો હોવા છતાં આજ સુધી બન્યો નથી. જેને લઈને આ રોડ અકસ્માત ઝોન બની ગયો છે. આ રસ્તાની કામગીરી ચોમાસા પહેલા વહેલી તકે પુર્ણ કરવા લોકોની માગ છે.
વડોદરાથી પોર થઈને સાધલી જઈ રહેલી એક કાર લીંગસ્થળીથી ટીંબરવા તરફ્ આવતાં પોલ્ટ્રી ફર્મ નજીક રોડ પર પાથરેલી કપચી અને માટીના કારણે ખાડામાં પલટી ખાઈ જતા અકસ્માત થયેલ હતો, પરંતુ સદભાગ્યે ગાડીના માલિકને કોઈ ઈજા થયેલ નથી. આ અગાઉ આ કક્ષામાં સ્લીપ થઈ જતા નોકરી જતા ત્રણ ચાર બાઈક સ્લીપ થઈ ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ નહોતી અને ગત તા.4 એપ્રિલ 2026 ના રોજ એક નવી કાર કાયાવરોહણથી આવતા લિંગસ્થળી અને ટીમ્બરવા વચ્ચે એકાએક કપચીમાં ફસાઈ ગઈ હતી અને ઝાડ સાથે અથડાઈ પલટી હતી. તેમાં પણ માલિકનો આબાદ બચાવ થયો હતો.










