વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના દામાપુર ગામ ખાતે ફાર્મસન ફાર્માસ્યૂટિકલ ગુજરાત પ્રા. લિ. દ્વારા સીએસઆર અંતર્ગત નિર્મિત કરાયેલ ફાર્મસન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ બુધવારે કરવામાં આવ્યુ હતું.


આ કોમ્યુનિટી હોલ 2000 ચોરસ ફૂટ વિસ્તારમાં નિર્માણ પામ્યો છે અને દામાપુરા જ નહી પરંતુ આસપાસના 15 થી 20 ગામોના લોકોને તેનો લાભ મળશે. તથા સામાજિક, શિક્ષણિક અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ માટે પણ ઉપયોગી સાબીત થશે. જેનું ઉદ્ઘાટન બુધવારે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ફાર્મસન ગૃપના સીઓઓ અને ડિરેક્ટર સુધેશ મિશ્રાના હસ્તે કરાયુ હતું. જે પ્રસંગે ફલક્રમ કેપેટલાઇઝિંગ સીએસઆરના કો-સીઇઓ પાર્થેશ વ્યાસ, એનઆઇએ ચેરમેન બાબુ પટેલ, જિ. પં. સભ્ય કૈરવીબા વાઘેલા, તાલુકા પંચાયત સભ્ય નિતાબેન પઢીયાર, દામાપુરાના સરપંચ હિનાબેન પઢીયાર, શબરી કેમિકલ્સના મેનેજિંગ ડિરેક્ટર મોહન નાયર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો



  • Follow us on: