સાવલીના વોર્ડ નં. 2માં 6 મહિનાથી અનિયમિત પાણી અને છેલ્લા 48 કલાકથી પાણી ન આપવાના આક્ષેપ સાથે નગરજનોએ હોબાળો કરતા ચર્ચા છે. નગરપાલિકા સામે લોકોએ ભારે રોષ ઠાલવ્યો છે.


સાવલી નગરના વોર્ડ નં.2 વિસ્તારમાં 3 દિવસથી પાણીનો પુરવઠો ખોરવાયો છે. બોર ખોદકામ દરમિયાન પાણીની મુખ્ય લાઈન તૂટી જતાં સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા સર્જાઈ છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ત્રણ દિવસથી ઘરોમાં પાણી ન આવતા રોજિંદા જીવન પર ગંભીર અસર પડી છે. પાણીની સમસ્યા અંગે અનેક વખત નગરપાલિકા તથા સ્થાનિક કોર્પોરેટરોને રજૂઆતો કરાઇ છતાં પ્રશ્નનો કોઈ સંતોષકારક ઉકેલ આવ્યો ન હોવાનું રહેવાસીઓએ આક્ષેપ કર્યો હતો. કંટાળેલા લોકો બોર ખોદકામના સ્થળે એકત્રિત થઇને હોબાળો મચાવી વિરોધ નોંધાવીને પાલિકાની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી. હોબાળાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સાથે જ પાણીની લાઈનના સમારકામ અને વહેલી તકે પાણી પુરવઠો પુનઃ શરૂ કરવાની ખાતરી અપાઇ હતી. સ્થાનિક રહેવાસી અલ્પેશ ઓડે જણાવ્યું હતું કે, સતત રજૂઆતો છતાં પ્રશ્નનો ઉકેલ ન આવતા લોકોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: