ડભોઇ તાલુકાના દક્ષિણ પ્રયાગતીર્થ તીર્થધામ ચાણોદ ખાતે શ્રાદ્ધાળુનું ઘોડાપૂર ઊમટયું હતું. અધિક જેઠ માસને સોમવતી અમાસનો યોગ સર્જાતા પવિત્ર નર્મદા નદીમાં સ્નાન કરવા તેમજ વિભાગના પૌરાણિક મંદિરો કુબેર ભંડારી મંદિર શેષનારાયણ મંદિર ગંગાનાથ મહાદેવ મંદિર સહિત પંથકના શિવાલયોમાંમાં શ્રાદ્ધાળુનો ધસારો જોવા મળ્યો હતો. સુપ્રસિદ્ધ મલ્હારરાવ ઘાટ, માળી કુંડળના ઓવારા સંગમ, પોઇચા ભાઠુ અને કુબેરઘાટ ખાતે નર્મદા નદીમાં સ્નાન કરવા શ્રાદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી હતી. આજરોજ વાદળછાયા વાતાવરણ વચ્ચે મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુએ પવિત્ર નર્મદા નદીમાં નર્મદે હર નારા સાથે ડૂબકી લગાવતા જોવા મળ્યાં હતા. શ્રાદ્ધાપૂર્વક નર્મદા મૈયાને શ્રીફ્ળ ચૂંદડી સાડી અર્પણ કરતાં જોવા મળ્યાં હતા. સાથે શ્રાદ્ધાપૂર્વક નર્મદાજીને દૂધ નર્મદા જળ ચડાવી પુંજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. આજરોજ નિયમિત અમાસ ભરવા આવતાં શ્રાદ્ધાળુ ઉપરાંત અધિકમાસ પુરુષોત્તમ માસ જેઠ માસનો અંતિમ દિવસ સોમવતી અમાસના સંયોગે બેવડો લાભ લેવા શ્રાદ્ધાળુઓનો ભારે ધસારો રહેતા કુબેર ભંડારી ખાતે દર્શનાર્થીઓની ભારે ભીડ જામી હતી. કરનાળીથી ચાણોદ થઈ ભીમપુરા, નંદેરીયા, દરિયાપુરા રંગસેતુ પુલ થયેલ મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુ દર્શન માટે આવતા હોય જેથી ચાણોદ બસ સ્ટેન્ડ ખાતે ચાર રસ્તા પાસે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. ટ્રાફ્કિ પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: