માસર રોડ : સોમવારે MGVCLજાંબુવા વિભાગીય કચેરી અંતર્ગત મોભા પેટા વિભાગીય કચેરી દ્વારા વડુ સ્થતિ મહાલક્ષ્મી નગીનદાસ વિદ્યાલય ખાતે વીજ સલામતી, વીજ ઊર્જા બચત, વીજચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થી માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિજળીનો સલામત ઉપયોગ, વીજ અકસ્માતથી બચવાના ઉપાય, વીજ ઊર્જાની બચતનું મહત્વ અને વીજચોરીના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું હતું. સ્માર્ટ મીટરના વપરાશની માહિતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે સમજાવાયું હતું. કાર્યક્રમમાં MGVCLના કા.પા.ઇ સી વી ભટ્ટ, ના. ઇજનેર એન આર પટેલ, જુ. ઇજનેર જે પી રાઠવા ઉપસ્થિત રહ્યાંહતા.

વાંચો બપોરે 12થી 3 વાગ્યા સુધીના મહત્વના સમાચાર એક ક્લિક પર









