પાદરા પોલીસે ક્ષ્ઓપરેશન પરાક્રમખ્ અંતર્ગત વધુ એક નોંધપાત્ર સફ્ળતા હાંસલ કરી છે. ત્રણ માસ અગાઉ પાદરા ટાઉન સ્થિત ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરી થયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલનો ભેદ ઉકેલી પોલીસે બે શખ્સોને ઝડપી પાડયા છે અને ચોરીમાં ગયેલું વાહન કબ્જે કર્યું છે.


પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ પી.વી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે સતત પેટ્રોલિંગ, વાહન ચેકિંગ અને બાતમીદારોના નેટવર્ક મારફ્તે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી હતી. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે ગોવિંદપુરા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

બાતમી મુજબ ચોરીમાં ગયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ પર બે શંકાસ્પદ શખ્સો આવી રહ્યા હોવાનું જાણવા મળતાં પોલીસે કોર્ડન ગોઠવી બંનેને ઝડપી પાડયા હતા. તપાસ દરમિયાન કબ્જે કરાયેલ મોટરસાયકલ પાદરા પોલીસ મથકે નોંધાયેલા ચોરીના ગુનાની હોવાનું સામે આવ્યું હતું.

જેમાં બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. અજય રમેશ પાટણવાડીયા, (રહે. નવીનગરી, મદાપુરા ગામ, તા. પાદરા), ધર્મેશ મુકેશ ચૌહાણ, (રહે. મોટા કુંભારવાડ, દેવગઢ મંડળી સામે, તા. માંડવી, જી. સુરત) આરોપીઓ પાસેથી આશરે રૂ. 35 હજાર કિંમતની ચોરીમાં ગયેલી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ કબ્જે કરાઇ છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે કબ્જે કરાયેલ મોટરસાયકલ મૂળ જંબુસરના દિપકભાઈ જગદીશભાઈ પરમારની માલિકીની છે અને તે ત્રણ માસ અગાઉ ઉર્મી હોસ્પિટલના પાર્કિંગમાંથી ચોરાઈ હતી. પોલીસની સતર્ક કામગીરી અને બાતમીદારોની મદદથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફ્ળતા મળી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: