ડેસર તાલુકામાં બુધવારની મોડી રાત્રે ચોમાસાએ ધમાકેદાર આગમન કર્યું હતું. વીજળીના કડાકા-ભડાકા અને ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે સમગ્ર તાલુકાને ભીંજવી દીધો હતો. કડાકા એટલા ભયાનક હતા કે થોડાક સમય માટે ડર નો માહોલ સર્જાયો હતો
ડેસર, વાલાવાવ, વેજપુર, ઉદલપુર, પાન્ડુ શાઢાસાલ છાલીયેર વરસડા જામબુગોરલ સહિતના અનેક ગામોમાં સારો વરસાદ નોંધાયો હતો. માત્ર બે કલાકના ગાળામાં તાલુકામાં 53 મી.મી. વરસાદ નોંધાતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. દાજીપુરા ગામે પાયલ બેન મહેન્દ્રસિંહ ગોહિલ નુ પાકું મકાન ધરાશાયી થયું હતું, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. જ્યારે વાલાવાવ ચોકડી ખાતે નવા માર્ગ ના કામને કારણે વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતાં 20 થી વધુ દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી જતાં વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. ભારે ઉકળાટ અને બફરા બાદ વરસેલા વરસાદથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.










