વાઘોડિયા : વાઘોડિયા નગરમાં છેલ્લા કેટલાક દિવસોથી વાદળછાયો માહોલ અને ઉકળાટભર્યું વાતાવરણ ઘણાં સમયથી જોવા મળતું હતું. જેના કારણે લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. ત્યારે ગતરોજ બુધવારે મોડી સાંજે વાઘોડિયાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. અને જોતજોતામાં એક જોરદાર વરસાદી ઝાપટું પડયું હતું. જેના કારણે નગરના મુખ્ય બજાર તેમજ રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. અને નગરજનોને ગરમી અને ઉકળાટથી રાહત થઈ હતી.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: