ડભોઇ : હવામાન વિભાગની આગાહીને પગલે ડભોઇ શહેર અને સમગ્ર તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. લાંબા સમયથી અસહ્ય બફરા અને ગરમીથી પરેશાન સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે.લાંબા સમયના બફરા બાદ વરસાદ પડતાં જ સમગ્ર ડભોઇ પંથકમાં ઠંડક પ્રસરી છે. અને લોકોને ગરમીથી મુક્તિ મળી છે. વરસાદની શરૂઆત થતાં જ નાના બાળકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા. અને વરસાદમાં નહાવાની મોજ માણી હતી. ધીમીધારે સતત વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. આ વરસાદ ડભોઇવાસી માટે ગરમીથી રાહત અને ખેડૂતો માટે નવી આશા લઈને આવ્યો છે.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: