પાદરા સ્થિત પીએમશ્રી જેસીસ જાનકી વલ્લભ પ્રાથમિક શાળામાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નિમિત્તે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી.
પાદરા નગરપાલિકાના પ્રમુખ દિપેશ પંચાલ, ચીફ્ ઓફ્સિર સંજય પટેલ, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, સભ્ય નિશાબેન ગાંધી તેમજ માજી પ્રમુખ પરેશ ગાંધી, સંજય પટેલ અગરબત્તીવાળા ઉપસ્થિત રહ્યા હતા.
શરૂઆત મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટય અને વૃક્ષારોપણથી કરાઇ હતી. ત્યારબાદ નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું તિલક કરી શાળા બેગ અને શૈક્ષણિક કીટ અર્પણ કરીને તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. ચાલુ શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળામાં કુલ 37 વિદ્યાર્થીઓએ નવા પ્રવેશ મેળવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ, નિયમિત અભ્યાસ, સ્વચ્છતા અને સારા સંસ્કારોના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું. સાથે જ વાલીઓને પોતાના બાળકોને નિયમિત શાળાએ મોકલી તેમના સર્વાંગી વિકાસમાં સહયોગી બનવા અનુરોધ કર્યો હતો.
શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વાલીઓ, વિદ્યાર્થીઓ, એસએમસીના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો