સાવલી તાલુકાના લામડાપુરા કુનપાડ રોડ પર વિવિધ કંપની દ્વારા ફેંકાયેલ કેમિકલ વેસ્ટમાં આગ લાગતા ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. તાલુકામાં ઉદ્યોગો આવેલા છે. જેમાં ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વિવિધ પ્રકારના સોલિડ વેસ્ટ નીકળે આ કેમિકલ વેસ્ટનો જીપીસીબીના નિયમો મુજબ નિકાલ કરવાનો હોય છે પરંતુ કેટલીક ઇન્ડસ્ટ્રીઓ ગેરકાયદે અવાવરૂ જગ્યામાં કેમિકલ વેસ્ટ ફેંકીને પર્યાવરણને નુકસાન કરે છે. સાથે કેટલાક માથાભારે તત્વો આ પ્રકારના પ્લાસ્ટિક તેમજ અન્ય પ્રકારના સોલીડ વેસ્ટનો નિકાલ કરવાનો ગેરકાયદે ગોરખ ધંધો કરીને પર્યાવરણનું નિકંદન કરે છે. ત્યારે રવિવારે લામડાપુરાથી કુનપાડ જતા માર્ગ પર આ પ્રકારે ફેંકાયેલા કચરામાં આગ લગાડાઇ હતી. જેના પગલે આજુબાજુની ફેક્ટરીના માલિકો અને રહીશોમાં ભારે ફફડાટ વ્યાપ્યો હતો. મંજુસર જીઆઇડીસીના ફાયર બ્રિગેડે આગ ઓલવી હતી. આ આગે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની પોલ ખોલી નાખી હતી. બનાવને પગલે મંજુસર પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. કચરામાં આગ જોઈને હાશકારો અનુભવ્યો હતો.


ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: