પાદરા તાલુકાના રણુ ગામે આવેલ શ્રી માં તુલજાભવાની માતાજીના મંદિરે અષાઢી ગુપ્ત નવરાત્રિ મહોત્સવ નિમિત્તે 15 જુલાઈથી 23 જુલાઈ સુધી વિવિધ ધાર્મિ3 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરના મહંત કવિન્દ્રગીરીજીએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે, નવ દિવસ દરમિયાન માતાજીની વિશેષ પૂજા-અર્ચના, આરાધના અને શક્તિ ઉપાસના સાથે ધાર્મિ3 કાર્યક્રમો યોજાશે.

સનાતન પરંપરા અનુસાર શક્તિની ઉપાસના માટે વર્ષ દરમિયાન ચાર નવરાત્રિનું વિશેષ મહત્વ રહેલું છે. તેમાં ચૈત્રી અને આસો મહિનાની નવરાત્રિ ઉપરાંત માઘ અને અષાઢ મહિનામાં આવતી ગુપ્ત નવરાત્રિ પણ સાધકો માટે અત્યંત શુભ અને સિદ્ધિદાયી માનવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિ દરમિયાન દેવીના ગુપ્ત સ્વરૂપની આરાધના અને શક્તિ સાધના કરવાથી વિશેષ પુણ્યફ્ળ પ્રાપ્ત થતું હોવાનું ધાર્મિ3 માન્યતા છે.

અષાઢી ગુપ્ત નવરાત્રિના પ્રથમ દિવસે મંદિર ખાતે વિધિવત ઘટસ્થાપન કરવામાં આવશે. નવ દિવસ દરમિયાન માતાજીની વિશેષ આરાધના, પૂજા-અર્ચના અને ધાર્મિ3 અનુષ્ઠાનો યોજાશે. નવરાત્રિ દરમિયાન આવતી દુર્ગાષ્ટમી (આઠમ)ની ઉજવણી પણ ભક્તિમય વાતાવરણમાં ધામધૂમથી કરાશે. મહંત કવિન્દ્રગીરીજીએ ધર્મપ્રેમી ભાવિકોને અષાઢી ગુપ્ત નવરાત્રિના ધાર્મિ3 કાર્યક્રમોમાં જોડાઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા અપીલ કરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો