અષાઢી બીજના પાવન અવસરે પાદરા નગરમાં ભગવાન જગન્નાથજી, ભાતા બલરામજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરાયું છે. શ્રીરામટેકરી મંદિર સત્ય સનાતન સમસ્ત હિન્દુ પરિવાર, મહંત દશરથદાસ મહારાજ તથા નગરજનોના સંયુક્ત ઉપક્રમે દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય રથયાત્રા યોજાનાર છે.

તા. 16 જુલાઈના રોજ બપોરે 2 વાગ્યે શ્રી રામટેકરી રામજી મંદિર ખાતેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ પ્રસ્થાન કરશે. રથયાત્રાને લઈને આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ પૂર્ણ કરાઇ છે. સમગ્ર નગરમાં ભક્તિમય માહોલ વચ્ચે ભગવાનના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

રથયાત્રામાં આકર્ષ3 બેન્ડવાજા, ભજન મંડળીઓ, ડીજે, વિવિધ ધાર્મિ3 ઝાંખીઓ તેમજ ભગવાન જગન્નાથજી પર પુષ્પવર્ષાનું આયોજન કરાયું છે. ઉપરાંત ભાવિકો માટે મગ, જાંબુ, શિરો અને કેળાના પ્રસાદની વ્યવસ્થા પણ કરાઇ છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ સાંજે શ્રી રામટેકરી રામજી મંદિરે મહાઆરતી યોજાશે. રથયાત્રાની પહિંદવિધિમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા, પાદરા પોલીસ મથકના પી.આઈ, નગરપાલિકા પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી ચેરમેન સંતોષ પટેલ, માજી પ્રમુખ પરેશ ગાંધી, પાલિકાના સભ્યો સહિત આગેવાનો દ્વારા ભગવાનના રથને પ્રસ્થાન કરાવાશે. આ પ્રસંગે મોટી સંખ્યામાં અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહી ધર્મલાભ લેશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો