વાઘોડિયા : વાઘોડિયા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં આજે બુધવારે બપોરે અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા યોજાઈ હતી. જેમાં દ્વારકાધીશ મંદિરના પરિસરમાં રથને ઠાકોરજીને પધરાવી મંદિરના મુખ્યાજી જીગ્નેશભાઈ જોષી દ્વારા ઠાકોરજીને રથમાં બિરાજમાન કરાવી ધાર્મિક શાસ્ત્રોક્ત વિધિ સાથે રથને મંદિરના પરિસરમાં ફેરવવામાં આવ્યો હતો. આ પ્રસંગે નગરના વૈષ્ણવોએ ભગવાનના દર્શનનો લાહવો લીધો હતો. ભક્તો અને મંદિરના નિજ સેવકોએ ભગવાનના રથને દોરડા વડે ખેંચી ધન્યતા અનુભવી હતી અને ભક્તો ઠાકોરજીના દર્શન કરી ભાવવિભોર બની ગયા હત. ઠાકોરજીને પ્રસાદમાં મગ અને જાંબુનો પ્રસાદ ધરાવાયો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો