વાઘોડિયા : વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી દીપેશભાઈ પટેલની વાઘોડિયાથી દોઢ વર્ષની સેવા કાર્ય બાદ રાજકોટના જસદણ ખાતે બદલી થતા વાઘોડિયા તાલુકા પંચાયતના ચૂંટાયેલા ભાજપના સભ્યો કર્મચારી અને સ્ટાફે વિદાય સમારોહ યોજી સાલ અને પુષ્પ ગુછ અર્પણ કર્યું હતું. નિવૃત્તિના બાકી રહેલા વર્ષોમાં બઢતી (પ્રમોશન)મળે તેવી શુભકામના સાથે શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયાબેન વસાવા ઉપપ્રમુખ કારોબારી ન્યાય સમિતિ ચેરમેન અને તમામ તાલુકા સદસ્ય હાજર રહ્યા હતા. વાઘોડિયા તાલુકા પંચાયત કચેરીમાં કામ કરતા કર્મચારીઓ સહિત વાઘોડિયા બાર એસોસિએશનમાંથી વકીલ અર્જુનસિંહ પરમાર સરપંચ તેમજ તલાટીગણ હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો