પાદરા : વિશ્વ હિન્દુ પરિષદ પાદરા પ્રખંડના સેવા વિભાગ દ્વારા દર પુષ્ય નક્ષત્રના દિવસે પાદરાના ઝંડા બજાર ખાતે આવેલા વાઘેશ્વરી માતાજીના મંદિરે 6 મહિનાથી 12 વર્ષ સુધીના બાળકો માટે મફ્ત સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દર મહિને સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી યોજવામાં આવે છે. આયોજકોના જણાવ્યા મુજબ સુવર્ણ પ્રાશન આયુર્વેદિક પદ્ધતિ પર આધારિત છે અને બાળકોના શારીરિક, માનસિક તેમજ બૌદ્ધિક વિકાસમાં ઉપયોગી હોવાનું માનવામાં આવે છે. સેવા કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદના સેવા વિભાગ સાથે માતૃશક્તિ પ્રમુખ ઇન્દુબેન કાછિયા, માયાબેન પંડયા, કુસુમબેન ઘાડગે સહિત બહેનોએ સેવાઓ આપી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો