કરજણ : કરજણના મોટીકોરલ ગામના કસ્બા પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદે રૂપિયાથી હારજીતનો જુગાર રમતાં પાંચ ઇસમોને વલણ પોલીસે ઝડપી પાડયા છે. તેઓની અંગજડતીના રૂા.8910 અને દાવ ઉપરના કુલ રૂા.1800 મળી કુલ રોકડા રૂા.10,710 કબજે કર્યો છે. કરજણના વલણ પોલીસ સ્ટેશનના જવાનો વલણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન મોટીકોરલ ગામના કસ્બા પાસે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો હારજીતનો જુગાર રમી રમાડી રહ્યાની મળેલી બાતમીના આધારે છાપો માર્યો હતો. જેમાં જુગાર રમતાં પાંચ ઇસમો મનુ સોમા માછી (રહે. કોઠિયા તા. કરજણ), ઐયુબ ફ્કરુદ્દીન મેઘ, અમીનખાન નસીરખાન પઠાણ, અશોક રણછોડભાઈ માછી અને અમીન હુસેનભાઇ કાજી ચારેય (રહે. મોટી કોરલ)ની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો