વાઘોડિયા : વાઘોડિયા નગરમાં આજરોજ ગુરુવારે સાંજે ભગવાન જગન્નાથની રથયાત્રા વાઘોડિયા નગરના વાઘનાથ મહાદેવના મંદિરેથી ભાવિ ભક્તો સાથે આ રથયાત્રા નીકળી હતી જેમાં અતિથિ વિશેષ તરીકે વાઘોડિયા તાલુકા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તથા મોટી સંખ્યામાં ગામ આગેવાનો તથા વેપારીઓ પણ આ રથયાત્રામાં જોડાયા હતા અને આ રથયાત્રા વાઘનાથ મહાદેવના મંદિરે નીકળી દ્વારકાધીશ મંદિરની હવેલી એ પાસે આવી પહોંચતા યોગેશ કાપડિયા દ્વારા ભગવાન જગન્નાથનું મોમેરૂ કરી સ્વાગત કરાયું હતું અને આ રથયાત્રા વાઘોડિયા લાઇબ્રેરી ચાર રસ્તા પાસે આવી પહોંચતા વેપારી સંગઠનના આગેવાનો દ્વારા આ ભગવાન જગન્નાથ રથયાત્રાનું પુષ્પ વર્ષા કરી સ્વાગત કરાયું હતું અને ભગવાન જગન્નાથની રથયાત્રાનું દ્વારકાધીશ મંદિરે શાસ્ત્ર્રોક વિધિ સાથે ભગવાન જગન્નાથની આરતી ઉતારાઈ હતી અને ભક્તિમય વાતાવરણ છવાયું હતું ત્યારબાદ આ રથયાત્રા વાઘોડિયા જય અંબે ચાર રસ્તા પાસે આવી પહોંચ્યા ત્યાં પણ વેપારીઓ દ્વારા પણ આ ભગવાન જગન્નાથ રથયાત્રાનું સ્વાગત કરાયું હતું.
