ડેસર : સાઢાસાલ સબ પોસ્ટ ઓફ્સિની ધનતેજ બ્રાંચ પોસ્ટ ઓફ્સિ દ્વારા ગ્રામજનોમાં સુરક્ષિત બચત અને રોકાણ અંગે જાગૃતિ લાવવાના હેતુથી વિશેષ પ્રચાર અભિયાન યોજાયું હતું. જેમાં બ્રાંચ પોસ્ટમાસ્ટર પંકજ ડામોરે પોસ્ટ ઓફ્સિની વિવિધ બચત યોજના અંગે ગ્રાહકોને માર્ગદર્શન આપ્યું હતું. ગ્રાહકોને બચત તરફ્ પ્રોત્સાહિત કરવા ધનતેજ બ્રાંચ પોસ્ટ ઓફ્સિ દ્વારા સ્થાનિક પ્રચારાત્મક યોજના અંતર્ગત 5 વર્ષના ટાઈમ ડિપોઝિટમાં રોકાણની રકમ મુજબ આકર્ષક ગિફ્ટ પણ અપાય છે. જેનો મુખ્ય હેતુ વધુમાં વધુ લોકોને નિયમિત બચત માટે પ્રેરિત કરવાનો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં ગ્રામજનો અને ગ્રાહકોએ હાજરી આપી હતી. ઉપસ્થિત લોકોને પોસ્ટ ઓફ્સિની વિવિધ બચત યોજના અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ સુરક્ષિત રોકાણ અને નિયમિત બચત માટે પ્રેરિત કરાયા હતા.
