જરોદ : વાઘોડિયા તાલુકામાં ભારે વરસાદ બાદ દંખેડા ગામે દેવ સિંચાઈની માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડયું હતું. કેનાલમાં ગાબડું સર્જાતા કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતાં ખેતરોમાં ઊભો પાક ધોવાયો હતો. પાણી વધારે ભરાવાને કારણે બાજુમાં આવેલા ઇંટોના ભઠ્ઠાને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે. ચાર પાંચ મહિના પહેલાજ દેવ સિંચાઈની માઇનોર કેનાલ બનાવાઇ છે. તેમ જાણવા મળ્યું છે. માત્ર અમુક મહિનામાં કેનાલ તૂટી જતાં કોન્ટ્રાક્ટર દ્વારા કરેલા કામમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો થયા છે. અચાનક પાણી ફરી વળતા ખેડૂતો અને ભઠ્ઠાના સંચાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો