શિનોર : તા.14 ઓગસ્ટ 2026 આઝાદીના અમૃત મહોત્સવ, હર ઘર તિરંગા 2026 અન્વયે શિનોર તાલુકા મથક ખાતે તિરંગા યાત્રા ગ્રામ પંચાયતથી ડીજેના તાલે નીકળી હતી. જિલ્લા પંચાયત કોષાધ્યક્ષ સચિન પટેલ, ઉપસરપંચ નિતિન ખત્રી, જિલ્લા મહિલા મોરચા પ્રમુખ હીનાબેન મોંઢ, તાલુકા ભાજપ મહામંત્રી ધર્મેશ પટેલ, જિલ્લા લઘુમતી મોરચા મહામંત્રી અમીન મેમણ, તાલુકા પંચાયત સભ્ય કલ્પેશ વસાવા, APMC ડિરેકટરો જયેશ પટેલ, હસમુખ પટેલ, નયન પટેલ, જયેશ પટેલ (બરકાલ) તથા તાલુકા ભાજપ કાર્યકરો, શિનોરની પોલીસ, GRD તથા સાર્વજનિક હાઈસ્કૂલ અને પારા. શાળાનાં વિદ્યાર્થી તિરંગા સાથે યાત્રામાં જોડાયા હતા. હાથમાં તિરંગા સાથે ડીજેના તાલે દેશ ભક્તિનાં ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રાએ શિનોરમાં દેશભક્તિનો અનેરો માહોલ ઉભો કર્યો હતો. તિરંગા યાત્રા બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયતથી મેઈન બજાર, અધિભાગ, ચારભાગ, નાની ભાગોળથી વણઝારી વાસ થઈ પરત શિનોર બસ સ્ટેન્ડ ગ્રામ પંચાયત પરત ફરી હતી.
