એક તરફ્ સરકાર શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો યોજે છે. જ્યારે બીજી બાજુ તાલુકાની 185 શાળામાં 85 શિક્ષકની અછત હોવાથી તાલુકાની ધો. 1થી 5ની 11 શાળામાં ફ્ક્ત એક જ શિક્ષક છે. જેની બાળકોના પાયાના ભણતર પર અસર પડે છે. જે શિક્ષણ વિભાગ માટે શરમજનક બાબત છે.

કરજણ તાલુકામાં પ્રા.શાળાઓમાં શિક્ષણની સ્થિતિ ચિંતાજનક સામે આવેલ છે. તાલુકામાં 105 પ્રાથમિક શાળામાં 85 શિક્ષકની અછત છે. 105 શાળામાંથી 11 શાળામાં ધો.1થી પ સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. તે 11 શાળા જાણે રામ ભરોસે છે. માત્ર એક જ શિક્ષક ફરજ બજાવે છે. લતીપુર ટીંબી, આલમપુરા કોલોની, કલા, હીરજીપુરા, રોપા, સોમજ, દેલવાડા, કરણ, નાનીકોરલ, લીલીપુરા અને ભરથાલી ગામની શાળામાં એક જ શિક્ષક ફરજ બજાવતા વિદ્યાર્થીઓને ધોરણ વાઇઝ એક જ રૂમમાં વારાફરતી ભણાવે છે. કોઈક શાળામા બે રૂમ હોય તો શિક્ષક અલગ અલગ રૂમોમાં ભણાવવા માટે જાય છે. તો વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળતું નથી. તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની અછતને કારણે બાળકો શિક્ષણના મૂળભૂત હકોથી વંચિત રહેવું પડે છે.