સંખેડા-ગોલાગામડી : આજથી દશામાં વ્રતનો શ્રાદ્ધાભેર પ્રારંભ થનાર હોય જેને લઇ સંખેડા બજારની દુકાનો, સ્ટોલ, લારીઓમાં અવનવી મૂર્તિઓની સજાવટ કરેલ છે. ત્યારે આ મૂર્તિ-પૂજાપાની ખરીદી કરવા માટે આજરોજ ભારે ભીડ જામશે. દશામાંના વ્રત કરવાથી મનોકામના પુરી થતી હોય જેને લઇ દશામાં વ્રતનું અનોખું મહત્વ રહેલ છે. ત્યારે અષાઢ વદ અમાસના દિવસથી બહેનો સતત દસ દિવસ સુધી દશામાના વ્રત સાથે ઘરમાં દશામાં મૂર્તિની સ્થાપના કરી સવારે પૂજન અર્ચન અને સાંજના સમયમાં ધાર્મિક ક્રિયા, આરતી કરી દશમની રાત્રીએ જાગરણ કરશે. જ્યારે બીજા દિવસે સવારે માતાજીની પ્રતિમાને લઈ નદી, તળાવ ખાતે પહોંચી વિસર્જન કરશે. મોડી રાત સુધી મૂર્તિઓ ખરીદવા ધસારો રહ્યો હતો.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો