શહેરના પાણીગેટ સ્થિત આયુર્વેદિક હોસ્પિટલ તથા ઓમ સીનીયર સીટીઝન એસોસીયેશન, વડોદરાના સંયુક્ત ઉપક્રમે શ્રી ઉદય નારાયણ મહાદેવ મંદિર પરિસરમાં મેડિકલ ચેક - અપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કેમ્પમાં ડૉ. ચૈતાલી શાહ અને તેમની ટીમે સેવાઓ આપી હતી. કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી દવા આપવામાં આવી હતી. કેમ્પનો આશરે 100 દર્દીઓએ લાભ લીધો હતો. આ પ્રસંગે મંડળના ઉપપ્રમુખ જગદીશભાઈ પંડયા, હોદ્દેદારો - સભ્યો અને જાહેર જનતા મોટી સંખ્યામાં હાજર રહી હતી. મંડળના રજનીભાઈ પટેલે કેમ્પ માટે ભારે જહેમત ઉઠાવી હતી.
