પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં પાદરા સ્થિત વિઠ્ઠલનાથજી હવેલી મંદિર ખાતે વિવિધ ધાર્મિક અને ભક્તિમય કાર્યક્રમોની શ્રોણી અંતર્ગત અધિક વદ છઠના પાવન દિવસે ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે આશરે 1100 કિલો કેસર કેરી તથા અંદાજે 5000 વિવિધ જાતની કેરી વડે ભગવાન શ્રી ગોવર્ધનનાથજીને મનોરથરૂપે અર્પણ કરાયા હતા.


મંદિરમાં મહાપુરુષ શ્રી મહાપ્રભુજીનું પવિત્ર સ્વરૂપ પધરાવાયું હતું. મંદિરના મુખ્યાજી જીતુભાઈના માર્ગદર્શન હેઠળ સમીર શાહ, ધવલ ચોકસી, નિકુંજ ચોકસી, શિલ્પન ચોકસી, જીગ્નેશ ચોકસી તથા સમસ્ત વૈષ્ણવ યુવા સંગઠન ટીમ દ્વારા આ ભવ્ય કેરી મનોરથ યોજાયા હતા. જે પ્રસંગે શરણમકુમાર મહોદય પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ભગવાનના આ અલૌકિક શણગાર અને દિવ્ય દર્શન કરવા માટે પાદરા સહિત વડોદરાના વિવિધ વિસ્તારમાંથી વૈષ્ણવો ઊમટયા હતા. વહેલી સવારે મંગળા દર્શન, સ્નાન દર્શન અને શૃંગાર દર્શન યોજાયા હતા. ત્યારબાદ ઠાકોરજી સમક્ષ શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે કેરી મનોરથ અર્પણ કરાયો હતો. સાંજના સમયે ભજન-કીર્તનના કાર્યક્રમોથી મંદિર પરિસર હરિભક્તિના રંગે રંગાયું હતું. જય શ્રીકૃષ્ણ અને જય વિઠ્ઠલનાથજી મહાપ્રભુજીના જયઘોષથી મંદિર ગુંજી ઉઠયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: