વડોદરા શહેર નજીક અણખોલ ગામની સીમમાં ગટર લાઇનની ચેમ્બરમાં ખામીના કારણે દુર્ઘટના બની છે, જેમાં બે કર્મીઓના મોત થયા છે. મોતના પગલે પોલીસ તંત્ર દ્વારા 2 કોન્ટ્રાકટર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
2 કર્મચારીનું ગેસ ગળતરના કારણે મોત
પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સ્થળે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન અને ગ્રીસવા ઇન્ફ્રા કન્સ્ટ્રક્શનના કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. ચેમ્બરમાં ગટર લાઇનમાં ફોલ્ટ ઉભો થતાં, કર્મચારીઓ વિપુલ માંગરોળીયા અને અક્ષયચેમ્બરમાં ઉતર્યા, ત્યારે ગેસ ગળતર સર્જાતા બંનેનું ઘટના સ્થળે મોત થયું.













